TikTok પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડીલીટ, ડેટા અંગે કંપનીએ કર્યો આ દાવો

TikTok પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડીલીટ, ડેટા અંગે કંપનીએ કર્યો આ દાવો

સોમવારે સરકારે 59 ચાઈના એપ પર પ્રતિબંધ મૂકયા બાદ આજે TikTok એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડીલીટ થઈ ગઈ છે. આ દરમિયાન સૌથી ફેમસ એપ TikTokએ જણાવ્યું કે તે સરકારના આદેશ અનુસાર તમામ નિર્દેશોનું પાલન કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. કંપનીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે તે ભારતીય યુઝર્સનો કોઈપણ પ્રકારનો ડેટા ચીન સહિત દુનિયાની કોઈપણ સરકાર સાથે શેર નથી કરતા.
ટિક ટોક ઈન્ડિયાના સીઈઓ નિખિલ ગાંધીએ કહ્યું કે, અમને અમારો પક્ષ રજૂ કરવા માટે સરકારે અમને બોલાવ્યા છે. અમે ભારતીય કાયદાની સાથે ડેટા પ્રાઈવેસી અને સુરક્ષા નિયમોનું પાલન કરી રહ્યા છીએ. અમે ચીન સહિત કોઈપણ વિદેશી સરકાર સાથે ભારતીય યુઝર્સના ડેટા શેર કર્યા નથી. જો ભવિષ્યમાં પણ અમને આ વિશે કહેવામાં આવશે તો અમે એવું નહીં કરીએ. અમે યુઝર્સની પ્રાઈવેસી સમજીએ છીએ.

આ કંપનીએ લોન્ચ કરી સ્માર્ટફોનમાં યુઝ કરી શકાય તેવી 1TBની પેનડ્રાઈવ

ઉલ્લેખનીય છે કે, ભારતની એકતા અને સુરક્ષા માટે ખતરો ગણાવીને ભારત સરકારે ગઈકાલે રાત્રે TikTok અને UC Browser સહિતની ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

TikTok આજ સવારથી ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર દેખાઈ રહ્યું નથી. સૂત્રોનું માનીએ તો કંપનીએ જ TikTokને પોતે જ બંને પ્લેટફોર્મ પરથી હટાવી લીધી છે. TikTok ઈન્ડિયાના હેડ નિખિલ ગાંધીના જણાવ્યા અનુસાર સરકાર તરફથી કંપનીના પ્રતિનિધિઓને બોલાવી તેમને યુઝર્સની પ્રાઈવેસી અંગેનો ખુલાસો તેમજ સ્પષ્ટિકરણ આપવા માટેની તક અપાઈ છે.

આઈટી એક્ટના રૂલ્સ 69એ મુજબ માહિતી અને પ્રસારણ મંત્રાલયે અલગ અલગ ખતરાને ધ્યાનમાં રાખીને 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય અંગે શેરચેટના પબ્લિક પોલિસી ડિરેક્ટર બેરગેસ માલુ એ જણાવ્યું કે, પ્રાઈવસી, સાયબર સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો ધરાવતા પ્લેટફોર્મ સામે સરકારનું આ પગલું આવકાર્ય છે. અમે આશા રાખીએ છીએ કે સરકાર ભારતીય સ્ટાર્ટઅપ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે.

કેન્દ્ર સરકારે આ એપ્સ પ્રતિબંધ લગાવ્યો

TikTok
Shareit
Kwai
UC Browser
Baidu map
Shein
Clash of Kings
DU battery saver
Helo
Likee
YouCam makeup
Mi Community
CM Browers
Virus Cleaner
APUS Browser
ROMWE
Club Factory
Newsdog
Beutry Plus
WeChat
UC News
QQ Mail
Weibo
Xender
QQ Music
QQ Newsfeed
Bigo Live
SelfieCity
Mail Master
Parallel Space
Mi Video Call – Xiaomi
WeSync
ES File Explorer
Viva Video – QU Video Inc
Meitu
Vigo Video
New Video Status
DU Recorder
Vault- Hide
Cache Cleaner DU App studio
DU Cleaner
DU Browser
Hago Play With New Friends
Cam Scanner
Clean Master – Cheetah Mobile
Wonder Camera
Photo Wonder
QQ Player
We Meet
Sweet Selfie
Baidu Translate
Vmate
QQ International
QQ Security Center
QQ Launcher
U Video
V fly Status Video
Mobile Legends
DU Privacy

No comments